ચેલા ગામના પ્લોટ ધારકોનો ન્યાય માટે સંઘર્ષઃ જી.આઈ.ડી.સી.ના સંપાદન રદ બાદ પણ જમીન ન મળતા ફરીથી અવાજ ઉઠ્યો, સુપ્રીમ કોર્ટ કેસ ઉપાડવાની માંગ સાથે મુખ્યમંત્રીશ્રીને આવેદન
જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોજે ચેલા ગામના રે. સર્વે નં. જૂના ૭૦૮ પૈકી તથા ૭૦૯ પૈકી ૨ના તમામ પ્લોટ હોલ્ડરોએ હવે પોતાના અધિકાર માટે ફરીથી એકઠા થઈ મુખ્યમંત્રીશ્રી સમક્ષ સત્તાવાર રીતે આવેદન રજૂ કર્યું છે. આ આવેદન પત્રનો હેતુ સ્પષ્ટ છે—જી.આઈ.ડી.સી. વિભાગ દ્વારા વર્ષ ૧૯૯૯માં કરાયેલ જમીન સંપાદન જે બાદમાં રદ કરવામાં આવ્યું હતું, તે…