દ્વારકા જિલ્લામાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો : પોલીસના દરોડામાં વધુ ૩ નકલી ડૉક્ટરો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વ્યવસ્થા સામે ચોંકાવનારી હકીકતો એક પછી એક બહાર આવી રહી છે. તાજેતરમાં જિલ્લામાં બોગસ ડૉક્ટરોના ધંધાનો ભાંડાફોડ થતાં જનતા હચમચી ઉઠી છે. પોલીસ દ્વારા ચલાવાયેલા તાજેતરના ઓપરેશનમાં સલાયા, ભરાણા અને સુરજકરાડી વિસ્તારોમાંથી ત્રણ નકલી ડૉક્ટરો ઝડપાયા છે. આ લોકો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી કે તબીબી લાયસન્સ નહોતું, છતાંયે તેમણે વર્ષોથી ક્લિનિક…