ગિરગામ ચોપાટી પર માતાજીની વિદાય અને ઍન્ટૉપ હિલ ખાતે રાવણ દહનઃ શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાનું મહામેળાવડું
મુંબઈ શહેરની રાત્રિ ગઈ કાલે ભક્તિભાવ, ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉત્સવોના રંગોથી ઝગમગી ઉઠી હતી. એક તરફ નવરાત્રિના નવમા દિવસે અને વિજયાદશમીના પાવન પર્વે ગિરગામ ચોપાટી પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા, જ્યાં માતા દુર્ગાની મૂર્તિને વિદાય આપવામાં આવી હતી. તો બીજી તરફ ઍન્ટૉપ હિલમાં શ્રી સનાતન ધર્મ સભા દ્વારા ભવ્ય રાવણ દહનનું આયોજન…