રાજકોટના રતનપર વિસ્તારમાં બ્રાન્ડેડ નામે ચલાવવામાં આવતી દેશી દારૂની ફેકટરીનો પર્દાફાશ: MPના બે શખ્સો ઝડપાયા, મશીનરી સહિત રૂ. 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ, – શહેરના પાંજરાપોળ વિસ્તાર નજીક આવેલ રતનપરમાં દેશી દારૂ બનાવતી ચલણાતી મીની ફેક્ટરીનો શહેર ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરતાં ચકચાર મચી ગઈ છે. મધ્યપ્રદેશના રહેવાસી એવા બે શખ્સોએ મકાન ભાડે લઇ ‘Royal’ નામની બ્રાન્ડ હેઠળ વિવિધ ફલેવરના દેશી દારૂનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આરોપીઓ પાસેથી દારૂ તૈયાર કરવાની મશીનરી, કેમિકલ્સ, બોટલ્સ, લેબલ…