ઓડિશનના નામે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડઃ રાજકોટ પોલીસની તાત્કાલિક કાર્યવાહીએ સમાજને આપ્યો ચેતવણીભર્યો સંદેશ
રાજકોટ શહેરમાં ફરી એકવાર એવાં ગુનાનો ભાંડાફોડ થયો છે, જે દરેક સમાજને ચેતવણી આપે છે કે યુવતીઓના સપના અને ભોળાશાને શોષણ કરનારાઓ હવે કાયદાની પકડથી છટકી નહીં શકે. ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનની ચુસ્ત ટીમે મોડેલિંગ અને ફિલ્મમાં કામ અપાવવાના બહાનાં હેઠળ એક યુવતી પર અવારનવાર દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી જયેશભાઈ હંસરાજભાઈ (ઠાકોર)…