ભાજપના ધારાસભ્યનો ગંભીર આક્ષેપ: “પોલીસ હપ્તા લઈ જુગાર ચલાવી રહી છે” — બાંટવા પોલીસ સ્ટેશન ખાતે જમીન પર બેસીને કર્યો વિરોધ
માણાવદર / બાંટવા, તા. 10 ઑગસ્ટ —ગુજરાતના જુનાગઢ જિલ્લાના માણાવદર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે પોતાના જ શાસક પક્ષના રાજ્યમાં પોલીસ તંત્ર સામે એવો ગંભીર આક્ષેપ કર્યો કે જેને સાંભળીને સ્થાનિક રાજકીય વર્તુળો અને પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. લાડાણીનો આક્ષેપ માત્ર શબ્દો સુધી મર્યાદિત રહ્યો નહીં, પરંતુ તેઓ બાંટવા…