ભાણવડમાં જમીનજોતનો જંગ : સરકારી જમીનને ખાનગી ખેતર ગણાવનાર પર કાયદાનો ડંડો, ધુમલી ગામે કરોડોની સરકારી જમીન પર આંબા અને મગફળીના વાવેતરનો ચોંકાવનારો ખેલ!
ભાણવડ તાલુકાનો શાંત ગણાતો વિસ્તાર ધુમલી ગામ છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં છે. અહીં એક એવા કેસે તંત્ર અને કાયદા બંનેને હચમચાવી મૂક્યા છે — જ્યાં એક વ્યક્તિએ વર્ષો સુધી સરકારી જમીનને પોતાના ખાનગી ખેતર સમજી ગેરકાયદે ખેતી કરીને કરોડોની મિલ્કત પર દબાણ જમાવી દીધું! તંત્રની આંખમાં ધૂળ નાખીને બે દાયકા સુધી ચાલેલા આ “ખાનગીકરણના…