દ્વારકાધીશના દ્વારે તુલસી વિવાહનો દિવ્ય મહોત્સવ : દેવઉઠી અગિયારસે જગતમંદિરમાં ધર્મ, ભક્તિ અને શાંતિનો સંગમ
દ્વારકા ધામ — જ્યાં સમુદ્રની લહેરો ભગવાન શ્રીકૃષ્ણના નામનો જાપ કરતી હોય છે, જ્યાં દરેક શ્વાસમાં ભક્તિનો સુગંધ વસેલો છે, તે પવિત્ર ધરતી આ રવિવારે ફરી એકવાર દિવ્ય અને આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠશે. દેવઉઠી અગિયારસના પવિત્ર દિવસે જગતમંદિરમાં તુલસી વિવાહ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે ભગવાન દ્વારકાધીશજી અને તુલસી માતાનો વૈદિક વિધિ પ્રમાણે લગ્ન સંભારંભ…