તપુર ફ્લાયઓવર પર ભ્રષ્ટાચારનો “માવઠા ટેસ્ટ”: 55 કરોડના ફ્લાયઓવરની પોલ વરસાદે ખોલી — ભૂંગળામાંથી વરસ્યું પાણી, ઠેરઠેર લીકેજ, નાગરિકોમાં રોષ!
(છ વર્ષના વિલંબ બાદ બનેલો ધોરાજી રોડનો ફ્લાયઓવર પ્રથમ જ માવઠામાં લીક થયો; ભૂતપૂર્વ પ્રમુખે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ) જેતપુર શહેર — રાજકોટ જિલ્લાના મહત્વના શહેરોમાં ગણાતું જેતપુર તાજેતરમાં નવા બનેલા ધોરાજી રોડના ફ્લાયઓવરના લોકાર્પણથી ઝળહળતું દેખાતું હતું. શહેરના લોકોમાં આનંદની લાગણી હતી કે લાંબા વર્ષોથી ચાલતી ટ્રાફિકની સમસ્યા હવે દૂર થશે….