હનિટ્રેપ ગેંગનો પર્દાફાશ: તાલાલા પોલીસની ઝડપભરી કાર્યવાહીથી કરોડોની ખંડણી માંગનાર મુખ્ય આરોપી ઝડપાયો
તાલાલા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને હનિટ્રેપમાં ફસાવીને દુષ્કર્મના ગંભીર ગુન્હાઓમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે સાથે, યુવકનું અપહરણ કરી તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપીને સીધી રૂ. ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ પ્રકરણનો ભાંડાફોડ કરી, મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં તાલાલા પોલીસને મોટી સફળતા મળી…