જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજા : જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની આગેવાનીમાં ભવ્યવિધિ, અધિકારીઓની ઉપસ્થિતિએ વધારી ઉજવણીની ગૌરવતા
નવરાત્રી મહોત્સવ દરમિયાન દેશભરમાં શસ્ત્રપૂજાનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. દેવી શક્તિની ઉપાસના સાથે સાથે શસ્ત્રોનું પૂજન એ ભારતીય પરંપરાનો અગત્યનો ભાગ છે. કારણ કે શસ્ત્રો માનવજાતના રક્ષણ અને અપરાધના નાશ માટે પ્રતીકરૂપ માનવામાં આવે છે. ખાસ કરીને પોલીસ તંત્ર અને સશસ્ત્ર દળો માટે શસ્ત્રપૂજા માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ એક પ્રેરણાદાયી ક્ષણ…