ધ્રોલના ખાનગી તબીબો ગર્ભપરીક્ષણ કાયદાના ઉલ્લંઘનમાં દોષિત ઠેરવાયા: ડો. હીરેન કણઝારિયાને જેલ, ડો. સંગીતા દેવાણીને દંડની સજા
જામનગર — ધ્રોલ તાલુકાના આરોગ્ય ક્ષેત્રમાં આજ રોજ એક મહત્વપૂર્ણ અને ચકચારજનક ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા ગર્ભપરીક્ષણ સંબંધિત કેસમાં ધ્રોલની ખાનગી પાર્થ હોસ્પિટલના મુખ્ય તબીબ ડો. હીરેન કણઝારિયાને અદાલતે પીસી એન્ડ પીએનડીટી કાયદા અંતર્ગત દોષિત ઠેરવતા એક વર્ષની જેલસજા તથા રૂ. 5000ના દંડની સજા ફટકારી છે. સાથે હોસ્પિટલમાં કાર્યરત…