શાપર ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ : 22 સ્થળોએ 48 અયોગ્ય દબાણો દૂર, કરોડોની સરકારી જમીન ખાલી
જામનગર તાલુકાના શાપર ગામ અને સાપર પાટિયા વિસ્તારમાં આજે પ્રશાસન દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. સરકારી અને ગૌચર જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરતાં અનેક બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. 22 જેટલા સ્થળોએ 48 દબાણો હટાવાયા તાલુકા અને જિલ્લાના અધિકારીઓની સમક્ષ પ્લાનિંગ હેઠળ આયોજિત કરાયેલ આ ડ્રાઈવમાં…