કાલાવડ તાલુકાના નાનાવડાળા ગામે ૧.૩૫ કરોડની છેતરપિંડીનો ભાંડો ફોડ – ખેડૂત પરિવાર સાથે વિશ્વાસઘાત કરનાર આરોપીઓ સામે ગુન્હો દાખલ
જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના નાનાવડાળા ગામના એક ખેડૂત પરિવારે પોતાની ખેતીની જમીન વેચાણ અંગે કરેલા સોદામાં મોટો વિશ્વાસઘાતનો સામનો કરવો પડ્યો છે. તાજા વિગતો અનુસાર આ કેસમાં રાજકોટ જિલ્લાના બે વ્યક્તિઓએ ખેડૂત પરિવાર પાસેથી જમીન વેચાણની આડમાં ૧.૩૫ કરોડ રૂપિયાની રકમ હડપ કરી હોવાનો આક્ષેપ છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આ કેસ સંદર્ભે ભારતીય ન્યાય…