જામનગરમાં વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ “ઓપરેશન સિંદૂર”ના ગરબા ગાઈને વીર જવાનોને આપી અનોખી સલામી
નવરાત્રીના પાવન પર્વમાં જ્યારે શક્તિની ઉપાસના સાથે ખેલૈયાઓ તાળી-ઢોલના તાલે ઝૂમતા હોય છે ત્યારે આ વખતે જામનગરમાં એક વિશિષ્ટ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. દેશપ્રેમ અને ભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો. વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓએ પોતાના ઉમંગને રોક્યો નહીં અને “ઓપરેશન સિંદૂર”ની સ્મૃતિમાં ગરબા ગાઈને ભારતીય સેનાના વીર જવાનોને સલામી આપી. આ કાર્યક્રમ માત્ર…