૫ કરોડની ગ્રાન્ટ મળ્યા છતાં સાંસદોએ ન ખર્ચ્યા એક પણ રૂપિયા : જનતા માટે ફાળવાયેલ ભંડોળ “વિના ઉપયોગ વ્યર્થ” થતું જાય છે
ગાંધીનગર, વર્ષો સુધી સાંસદોને તેમના મતવિસ્તારમાં લોકહિતના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી MP Local Area Development (MPLAD) યોજના અંતર્ગતના ૫ કરોડના ભંડોળમાંથી ઘણા સાંસદોએ એક રૂપિયો પણ ખર્ચ્યા નથી, અને જે ખર્ચ કર્યો છે તે પણ માત્ર કાગળ ઉપર રહેતાં ઘટક કે કામ પૂરતા છે. ગુજરાતના ૨૫ લોકસભા મતવિસ્તારના સાંસદોને કુલ મળેલા ૨૫૪ કરોડના ફંડમાંથી…