“ઓપરેશન ફેક ડૉક્ટર”: દેવભૂમિ દ્વારકામાં બોગસ ડૉક્ટરો વિરુદ્ધ પોલીસનો તડાકેદાર ધડાકો — ભાણવડ અને બેટ દ્વારકામાં બે નકલી ડૉક્ટર ઝડપાયા, આરોગ્યતંત્રમાં હલચલ
દેવભૂમિ દ્વારકાના આરોગ્યતંત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ ડૉક્ટરોના કેસો સામે આવી રહ્યા હતા. આ નકલી તબીબો ગામડાઓમાં લોકોની નિર્દોષતા અને અજ્ઞાનતાનો લાભ લઈને માનવજીવન સાથે રમાડતા હતા. પરંતુ હવે જિલ્લામાં નવા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ ચાર્જ સંભાળ્યા બાદ પરિસ્થિતિમાં નાટકીય ફેરફાર આવ્યો છે. તેમણે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ સાથે મળી “ઓપરેશન…