જામનગરમાં રેતી ચોરીનો ભાંડાફોડ: જાબુડા પાટી પાસેથી ત્રણ ડમ્પર ઝડપાયા, રૂ. 3.73 લાખનો દંડ
જામનગર, તા. ૨૫ જૂન:જામનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન અને પરિવહન કરતા તત્વો વિરુદ્ધ પોલીસ તથા ખાણખનિજ વિભાગ દ્વારા એકસાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર નજીકના જાબુડા પાટી વિસ્તારમાં ત્રણ ડમ્પરો રોયલ્ટી અને મંજૂરી વિના રેતી લઈ જતાં ઝડપાતા ખનિજ ચોરીનો પર્દાફાશ થયો છે. આ કામગીરી પંચકોશી ‘એ’ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જિલ્લા…