બનાસકાંઠા જિલ્લા વિભાજનનો ઐતિહાસિક નિર્ણય : વાવ-થરાદ બનશે નવો જિલ્લો, 8 તાલુકાઓના પુનર્ગઠનથી વિકાસને મળશે નવો વેગ
ગુજરાત રાજ્યમાં વિકાસ અને વહીવટી સુવિધાઓને વધુ ઝડપથી અને અસરકારક રીતે પ્રજા સુધી પહોંચાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આ દિશામાં તાજેતરમાં સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી રાજ્યમાં તાલુકાઓની સંખ્યા 265 સુધી પહોંચશે. આમાં સૌથી મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ જાહેરાત બનાસકાંઠા જિલ્લાના વિભાજન સંબંધિત રહી. સરકારે…