તાલાલાના નાયબ મામલતદાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ: વકીલો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત, રેવન્યુ ખાતાની છબી પર પાછો દાગ
હકપત્રક નોંધો, 135-ડી નોટિસ અને વેચાણ દસ્તાવેજોની પ્રક્રિયામાં પૈસાની માંગણીના આક્ષેપથી વહીવટી તંત્રમાં હલચલ ગીર સોમનાથ, તા. 16 જુલાઈ: તાલુકા પંથકના તાલાલા નાયબ મામલતદાર (સુપર) અને હાલના મામલતદાર કચેરીના ઈન્ચાર્જ અધિકારી જયવિરસિંહ (જેએવી) સિંધવ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આખા વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે. તાલુકાના અનેક રેવન્યુ પ્રેક્ટિશનર્સ (વકીલ વર્ગ) દ્વારા જિલ્લા કલેક્ટર…