વીજ પુરવઠાની અછતથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ : મસીતીયા, ચાંપાબેરાજા અને વાવબેરાજાના માંડવીના પાક પર સંકટનાં વાદળો
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વીજ પુરવઠાની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને મસીતીયા, ચાંપાબેરાજા અને વાવબેરાજા ગામોમાં ઉભેલા માંડવી અને મગફળીના પાક પર મોટું સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા હવે માત્ર સિંચાઈ પર જ પાકનો આધાર છે. પરંતુ વારંવાર થતા ટ્રિપિંગ અને અપૂરતા વીજ પુરવઠાને કારણે ખેડૂતો પાકમાં પાણી પાડી…