મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મહાનગરોમાં બિસ્માર રસ્તાઓના સમારકામનો યુદ્ધઝન્ય અભિયાન : ૧૭ મહાનગરપાલિકાઓમાં ૬૦૯ કિ.મી. રસ્તાઓ સુધારાયા, ૧૬,૨૨૯ ખાડા પૂરી દેવામાં આવ્યા
ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુના પ્રવેશ સાથે જ બિસ્માર થયેલા રસ્તાઓ, ભારે વરસાદથી ખંડિત થયેલા પુલો અને વોટરલોગીંગ જેવી સમસ્યાઓને ઝડપથી પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક અને સઘન કામગીરીનો આરંભ કરાયો છે. રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓમાં રોડ-રસ્તા સમારકામના કામો યૂદ્ધના ધોરણે હાથ ધરાઈ રહ્યા છે, જેમાં અત્યાર…