સિદ્ધપુર સુજાનપુર હેલીપેડ પર પોલીસનું કડક કાયદાકીય પગલું : 51 લાખના વિદેશી દારૂનો બુલડોઝરથી નાશ, ચાર પોલીસ મથકોની મોટી કામગીરી
ગુજરાતમાં દારૂબંધી કાયદો કડક રીતે લાગુ છે. રાજ્યમાં દારૂની હેરાફેરી, વેચાણ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. છતાં કેટલાક અસામાજિક તત્વો છુપાઈને વિદેશી દારૂનો જથ્થો રાજ્યમાં લાવીને વેચાણ કરવાની કોશિશ કરે છે. પાટણ જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી પોલીસ સતત દારૂ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અલગ-અલગ પોલીસ મથકોએ છેલ્લા સમયમાં જપ્ત…