પાંચ દિવસીય વર્કિંગ ડે માટે દેશવ્યાપી બેંક હડતાલઃ સરકારની ઉદાસીનતા સામે બેંક કર્મચારીઓનો એકજૂટ અવાજ
જામનગર સહિત સમગ્ર દેશમાં ૨૭મી તારીખે યોજાનારી દેશવ્યાપી બેંક હડતાલને લઈને બેંકિંગ ક્ષેત્રમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રની બેંકોમાં કાર્યરત લાખો કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાલમાં જોડાવાની તૈયારીમાં છે. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણી છે કે બેંકોમાં પણ અન્ય સરકારી અને નાણાકીય સંસ્થાઓની જેમ સપ્તાહમાં પાંચ દિવસનો વર્કિંગ ડે અમલમાં…