ભારતીય મઝદૂર સંઘના પ્લેટિનમ જયંતિ વર્ષ નિમિત્તે ખંભાળિયા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો: જામનગર વિભાગની ટીમે ઉત્સાહપૂર્વક કરી હાજરી
દેશના શ્રમજીવી વર્ગના સૌથી મોટા અને વિશ્વસનીય સંગઠન તરીકે ઓળખાતા ભારતીય મઝદૂર સંઘ (BMS) ને આ વર્ષે સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થયા છે. સંગઠનની પ્લેટિનમ જયંતિ નિમિત્તે રાજયભરમાં વિવિધ સ્થળોએ ઉજવણી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અનુસંધાને, ખંભાળિયા ખાતે વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી. મઝદૂર સંઘ જામનગર વિભાગના અગ્રણીઓ અને સભ્યોએ…