શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત જામનગર મહાનગરપાલિકાનું PM SVANidhi તાલીમ કાર્યક્રમ : ૬૩૬ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક સ્વચ્છતા તથા સરકારી યોજનાઓની વ્યાપક સમજ
શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણીને યાદગાર બનાવવા માટે ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ શ્રેણીમાં જામનગર મહાનગરપાલિકાએ વિશેષ રીતે સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું. તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવારના રોજ શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉન હોલ, જામનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માત્ર એક તાલીમ પૂરતો મર્યાદિત રહ્યો ન…