સુરત : અંત્રોલી ખાતે દેશી દારૂની ફેકટરી પર સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ અંત્રોલી ખાતે આવેલ મામાદેવ મંદિર નજીક તળાવ કિનારે જાહેરમાં રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠી પર દારૂ ગાળવામાં મદદરૂપ કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર સહિત કુલ 8 વ્યક્તિને ઝડપી લીધા હતા
જ્યારે 5 વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતામળતી માહિતી અનુસાર સોમવારના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ.ડી.જે.બારોટ નાઓને ખાનગી રાહે મળેલી બાતમી આધારે કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં આવેલ પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં મામાદેવ મંદિરે તળાવ કિનારે રેડ કરતા જાહેરમાં તળાવ કિનારે સંખ્યાબંધ દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી જ્યાંથી પોલીસે જુદી જુદી ભઠ્ઠીઓ પરથી 800 લીટર વિદેશી દારૂ તેમજ 10,200.લિટર વોશ અને 3 વાહન મળી કુલ 1.66.200 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનામાં સંડોવાયેલા 5 ને વોન્ટેડ જાહેર કર્યા હતા
