કોરોના અંતર્ગત પાટણ તાલુકાના ફોકસ વિલેજ ગોલાપુરની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા

કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પગલા લેવાઈ રહ્યા છે ત્યારે જે ગામોમાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે ગામને ફોકસ કરી અને તેના ઉપર સર્વેલન્સ તેમજ સારવાર અને જાગૃતિ માટેના વિવિધ પગલાઓ લેવા વિસ્તૃત આયોજન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ … Read more

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના 18થી 19 વર્ષની વયના 20,748 નવા મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુલભ, સર્વસમાવેશી અને સહભાગિતાપૂર્ણ ચૂંટણીઓની થીમ પર કરવામાં આવેલી આ … Read more

નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

આગામી તા.26 જાન્યુઆરીના રોજ દેશભરમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેની પૂર્વતૈયારી રૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મર્યાદીત નાગરિકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા … Read more

પાટણથી શરૂ થયેલી પહેલનો ફરી અમલઃ સામાજીક અંતર જળવાય તે માટે વેપારીઓએ દુકાનો આગળ કુંડાળા કર્યા

કોરોના વાયરસની શરૂઆતના સમયમાં જ્યારે સામાજીક અંતર જાળવવાનો માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે પાટણ ખાતે વેપારીઓએ દુકાન આગળ કુંડાળા દોર્યા હતા, જેના કારણે ગ્રાહકો વચ્ચે સામાજીક અંતર જળવાય. જેની તત્કાલીન સુચના અને પ્રસારણ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકર, મહાનાયક અમિતાભ બચ્ચન અને પ્રથમ મહિલા આઈ.પી.એસ. કિરણ બેદીએ વિવિધ માધ્યમો પર નોંધ લીધી અને ત્યારબાદ આ પ્રથા દેશભરમાં … Read more

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી પ્રસંગે સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, વેસ્ટઝોન કલ્ચર સેન્ટર ઉદેપુર અને લલિતકલા અકાદમી અમદાવાદ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત આ સ્પર્ધામાં ૨૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલી રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોએ સ્વાતંત્ર્ય સંગ્રામને … Read more

પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા નવ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરાઈ

ઉતરાયણ પર્વને લઈ પક્ષીઓના બચાવ માટે કામગીરી શરૂ કરાઈ રાજ્યમાં દર વર્ષે 10 મી જાન્યુઆરીથી 20 મી જાન્યુઆરી દરમ્યાન ઉતરાયણ પર્વ દરમ્યાન અોછામાં અોછી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસર કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં કરુણા અભિયાનની … Read more

મઘમઘતી મધમાખીનો ઉછેર કરતા પાટણના તનવીબેન પટેલ

આધુનિક સમયમાં દરેક વ્યવસાયમાં નવી પદ્ધતિ અને નવા અવસરોને લીધે બદલાવ આવી રહ્યા છે. ખેતી એ અનાદિકાળથી માનવજાતનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. પરંતુ, સમયની સાથે તેમાં પણ આજે અનેક પરિવર્તનો થયા છે. આજે ખેડૂત પરંપરાગત ખેતીની સાથે વધુ ઉત્પાદન, સારું આર્થિક વળતર અને પ્રકૃતિનું પણ જતન થાય એવી પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓ તરફ વળ્યો છે … Read more