પાટણ જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષકશ્રી એસ.આર.રાવળને ભાવસભર વિદાયમાન અપાયું.

માહિતી ખાતામાં ૩૮ વર્ષની સેવા બાદ વયનિવૃત્ત થનાર શ્રી રાવળને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતાં શ્રી એસ.આર.રાવળ વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. માહિતી ખાતામાં ૩૮ વર્ષ સેવા બાદ વયનિવૃત્ત થનાર શ્રી રાવળને માહિતી પરિવાર … Read more

અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતીના યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં … Read more

વરસાદની પરિસ્થિતિમાં ગામોમાં પાક નીરીક્ષણ કરતાં પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા

પાટણ જિલ્લામાં ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો હતો, પરંતુ ૩૦ ઓગસ્ટથી સતત અને જરૂરિયાત મુજબ સારો વરસાદ થયેલો છે અને હાલમાં વરસાદી ઝાપટાં ચાલુ છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાએ સિધ્ધપુર તાલુકાના મંગળપુરા, નેદરા, ખળી સહિતના વિવિધ ગામોની ક્ષેત્રીય મુલાકાત લઈ પાકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 444 મીમી વરસાદ થયેલો … Read more

આઈ.ટી.આઈ. પાટણ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

ઔધોગિક તથા સર્વિસ સેકટરના એકમો દ્વારા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પાટણ જિલ્લાની નોડલ આઈ.ટી.આઈ, રાજપુર પાટણ ખાતે આગામી તા.૦૪ ઓક્ટોબર,૨૦૨૧ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જીલ્લાના વિવિધ ઔધોગિક એકમો અને સર્વિસ સેક્ટરના એકમો એપ્રેન્ટીસ ભરતીમેળામાં હાજર રહેનાર હોઈ વિવિધ ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ ઉમેદવાર જેવાંકે ફીટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, વેલ્ડર, મિકેનિક … Read more

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આર્મી જવાન ને પોલીસ દ્વારા માર મારવા બાબતે ન્યાય આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું…..

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય ના નેજા હેઠળ પાટણ જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા પાટણ જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી એન. ડી. પરમાર ને ચાલું સર્વિસ આર્મી જવાન ને પોલીસ દ્વારા માર મારવા બાબતે ન્યાય આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય સેનામાં જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવતા જૂનાગઢ જિલ્લાના પાદરડી ગામના વતની ના વતની કાનાભાઈ ગોવિંદભાઈ કેસવાલા … Read more