પાટણ : પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાની મસાલી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદાની કેનાલમાં પાણી નહીં મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ: રાધનપુર બ્રાંચ કેનાલની માનપુરા સબ બ્રાંચ કેનાલમાંથી નિકળતી મસાલી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં અપુરતું પાણી છોડવામાં આવતા માનપુરા, કામલપુર, ધરવડી,બાદરપુરા, મઘાપુરા ગામના ખેડૂતો રોસે ભરાયા હતા
અને રાધનપુર નર્મદા ઓફિસ ખાતે મોટી સંખ્યા ખેડૂતો દ્વારા મસાલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જો કે સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે રાધનપુર બ્રાંચ કેનાલની માનપુરા સબ બ્રાંચ કેનાલમાંથી નિકળતી મસાલી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા છે
જેથી તમામ ગામોના ખેડૂતોએ તાત્કાલિક તંત્રને કેનાલમાં પાણી છોડવાની માગ કરી છે રાધનપુર બ્રાંચ કેનાલની માનપુરા સબ બ્રાંચ કેનાલમાંથી નિકળતી મસાલી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવશે