Tokyo Olympic Medal Tally India Standing Today 30-07-21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing 

[ad_1]

Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે આઠમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી.   ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા  14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે. પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચીભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.ભારતીય હોકી ટીમે પૂલ એ મેચમાં જાપાનને 5-3થી હરાવ્યુંટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે પૂલ એ મેચમાં જાપાનને 5-3થી હરાવ્યું છે.  56 મી મીનેટમાં ભારતે પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો. ગરજંતે આ આ તક ગુમાવી નહોતી. ગુરજંતે બોલને નેટમાં નાંખીને ભારતને 5-2 થી આગળ કરી દીધા હતુ. આ ગુરજંતનો આ મેચમાં બીજો ગોલ હતો. મહિલા બોક્સર લવલીના બોરગોહેએ દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધોટોક્યો ઓલિમ્પિક્સમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે. જોકે અન્ય એક મહિલા બોક્સર સિમરનજિત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.તીરંદાજમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે, જ્યારે મહિલા હોકી ટીમે આયર્લેન્ડને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા કાયમ રાખી છે. શનિવારે ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ત્યાર બાદ નક્કી થશે કે મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે કે નહીં.ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને ચીનની તાઈપે કી ચેન નિએનને હરાવી 69 કિલોગ્રામ વજન કેટેગરીની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. બોક્સિંગમાં સેમી-ફાઇનલમાં પહોંચતાં જ મેડલ પાક્કો થઈ જાય છે. લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.

[ad_2]

Source link

cradmin
Author: cradmin

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ