જામનગર : નાગેશ્વર કોલોની માંથી 1.87 લાખની દારૂની ઈંગ્લીશ બોટલ સાથે બેની ધરપકડ : જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1.87 લાખની કિંમતની 374 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સપ્લાયરનું નામ ખુલ્યું હતું. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં ગરબી ચોકથી આગળ રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે રેઈડ દરમિયાન દિલીપ ભરત વાઘેલા નામના શખસના મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.1,87,000 ની કિંમતની 374 બોટલ દારૂ મળી આવતા સ્થાનિક પોલીસે દિલીપ વાઘેલા અને અનિરૂધ્ધ ઉર્ફે ટેની ઉર્ફે લાલિયો રાજેશ માણસુરિયા નામના બે શખ્સોને દારૂના જથ્થા સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના સુમરા ચાલીમાં રહેતા મોહસીન ખફી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફીયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ કામગીરી પોલીસ ઈન્સ. શ્રી વાય.જે.વાઘેલા તથા સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઇન્સ. ડી.એસ.વાઢેર તથા પો.હેડ કોન્સ. પ્રયુમનસીહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, પ્રદીપસીહ રાણા, સલીમભાઈ મુદ્રાંક, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.