ગીર સોમનાથ : ઉના તાલુકા કોળી સેના દ્વારા શાહ એસ ડી હાઇસ્કૂલ ગ્રાઉન્માં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો: ગુજરાત ના મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી ની અધ્યાક્ષતા માં સમૂહ લગ્નોત્સવ યોજાયો.
૧૧ દિકરીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં.
ખાસ મહેમાનોમાં ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ સુડાસમા, ઉના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ, લેખક શ્રી રામભાઈ વાળા, ઉના માર્કેટિંગ યાર્ડ નાં ચેરમેન લાખાભાઇ ઝાલા, ગુજરાત કોળી સેના અઘ્યક્ષ દિવ્યેશ સોલંકી તથા રાજકીય પદાધિકારી સમાજના અગ્રણીઓ તથા આમંત્રીત મહેમાનો હાજર રહ્યા હતા અને ૧૧ દિકરીઓ ને આશીર્વાદ આપ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
કોળી સેના દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવ માં ૧૧ દિકરીઓ ને કર્યાવર પણ સારો એવો આપવામા આવ્યો.
મહેમાનો નું સ્વાગત,દીપ પ્રાગટ્ય, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લગ્ન સ્થળ પર જ મેરેજ સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યાં હતાં.
આ સાથે સમાજ ને આગળ વધારવા ભણતર આપવાં અને સમાજને સારા પદાધિકારી સમાજ માંથીજ મળે તે વાત વિમલ સુડાસમા એ કરી હતી.
માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશએ અને લેખક શ્રી રામભાઈ વાળા એ પરસોતમભાઇ સોલંકી વિશે ખૂબ સરસ વાતો કરી સમાજ ને આગળ વધારવા ની વતો કરી હતી. અને ૧૧ દિકરીઓ ને આશીર્વાદ આપ્યાં હતાં.
મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી એ સમાજ માટે ખૂબ સરસ વાતો કરી અને ” મારા કોળી સમાજ ને જો કોઈ નડશે તો ધોકા પણ લેવાપડે તો લયસુ” એવું જાહેર માં બોલ્યાં હતાં.
હજૂ આવા એક પરસોત્તમ સોલંકી નહિ પરંતું લાખો પરસોત્તમ સોલંકી ની મારા કોળી સમાજ ને જરૂર છે. એવું કહી યુવાનનો ને સંદેશ આપ્યો