પાટણ : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ્ ચકલી દિન ની ઉજવણી કરાઈ
દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે તેમની સંખ્યા ઘટી રહી હોવાથી તે ચકલીની જાગૃતિ અને સંરક્ષણ વધારવા માટે ઉજવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
દિવસનો ધ્યેય લોકોને ઇકોસિસ્ટમમાં ચકલીના મૂલ્ય, પરાગનયનમાં તેમની ભૂમિકા, જંતુ નિયંત્રણમાં તેમનું મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે. આ વર્ષની થીમ છે “હું ચકલીને પ્રેમ કરું છું”, જેની ધ્યેય છે વધુ લોકોને પ્રોત્સાહિત કરવાના સાથે માનવ અને ચકલી વચ્ચેના સંબંધની પ્રશંસા કરવા. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં 19 માર્ચ 2023ના રોજ વિશ્વ્ ચકલી દિનની ઉજવણી કરવામાં આવ્યું હતું
જેમાં સવારે દસ વાગ્યે થી સાંજે છ વાગ્યે સુધી મુલાકાતે આવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોને ચકલી ના સંરક્ષણ વિષે જાગૃત કરવામાં આવી હતી. ત્યારબાદ, સાયન્સ સેન્ટરની ગાર્ડનમાં ચકલી ને પીવા માટે પાણી અને રહેવા માટે ઘર ની વ્યસ્થા કરવામાં આવી હતી. જ્યારે તમે આ સાયન્સ સેન્ટરની મુલાકાત લેશો, ત્યારે તમે ચોક્કસપણે આ કેમ્પસમાં મોટી સંખ્યામાં ચકલીઓની સંગતનો આનંદ માણશો.