ઘર કંકાસથી કંટાળેલી મહિલાએ પોતાના માસુમ સાથે સીધી સરોવરમાં મોતની છલાંગ લગાવી.
– પાટણ સિદ્ધિ સરોવર ખાતે ના ચોકિયાત ની સમયસૂચકતાથી મહિલાનો આબાદ બચાવ થયો જ્યારે માસુમ મોતને ભેટ્યો.
– શાસક પક્ષના નેતાને બનાવની જાણ કરાતા તેઓએ ઘટનાસ્થળે આવી બેશુદ્ધ બનેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર ખસેડી.
– બનાવના પગલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા.
પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલ યસ વિહાર સોસાયટીમાં રહેતા નાઈ પરિવારની પરિણીતાએ ઘર કંકાસ ને લઈને મંગળવારે સવારે પાટણ શહેરના સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવરમાં પોતાના માસૂમ બાળક સાથે મોતની છલાંગ લગાવતા સિદ્ધિ સરોવર પર ફરજ બજાવતા ચોકિયાત ની નજર પડતા તેઓએ તાત્કાલિક આ બાબતે પાટણ નગરપાલિકાના શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલનો સંપર્ક કરી ઘટનાસ્થળે બોલાવી સિદ્ધિ સરોવરના છલાંગ લગાવે મહિલા સહિત બાળકને બહાર કાઢવામાં આવી હતી જો કે આ ઘટનામાં માસુમ બાળકનું મોત નિપજતા બાળકને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે બેશુદ્ધ બનેલી મહિલાને શાસક પક્ષના નેતા દ્વારા તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક હોવાનું પરેશ ના જોક્સ ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.
આ દુઃખદ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલ યસ વિહાર સોસાયટીમાં રહેતાં ચેતનાબેન પુનિતભાઈ નાઈ નામની મહિલાએ મંગળવારની સવારે ઘરકંકાસથી કંટાળી પોતાના માસુમ બાળક શિવ ને સાથે લઈ ગઈ શહેરના સિદ્ધિ સરોવર માં મોતની છલાંગ લગાવી હતી જોકે આ ઘટના સમયે સિદ્ધિ સરોવર પર ફરજ બજાવતા ચોકિયાત ની નજર પડતા તેઓએ પાટણ નગરપાલિકાના શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલનો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવનાર ચેતનાબેન તેમજ તેમના માસૂમ બાળક શિવને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે આ ઘટનામાં માસૂમ બાળકનું મોત નીપજતાં અને મહિલા બેશુદ્ધ બનેલી હોય શાસક પક્ષના નેતા દ્વારા તાત્કાલિક મહિલાને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું જ્યારે મૃતક માસુમ બાળકને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસ તંત્રને કરાઈ હોય આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલ યસ વિહાર સોસાયટીમાં રહેતાં નાઈ પરિવાર માં બનેલી ઘટના માં માસુમ નું મોત નિપજ્યું છે તો માતા નોવ બચાવ થયો હોય પરિવાર સહિત વિસ્તારના લોકો માં શોક સાથે સનસનાટી મચી જવા પામી હતી.