- કર્મચારીઓને સમયસર પગાર ન ચૂકવાતો હોવાની રજૂઆત
જેમાં કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓની નિયમિત હાજરી પુરવામાં આવતી ન હોવાની તથા સમયસર પગાર ચૂકવવામાં આવતો ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ મયૂર ચાવડા તથા કાર્યકરો દ્વારા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, જી.જી. હોસ્પિટલમાં કોવિડ પેશન્ટની દેખરેખ માટે એન.જે. સોલંકી નામના કોન્ટ્રાકટર દ્વારા એટેન્ડેન્ટની ભરતી કરવામાં આવી છે.
કોન્ટ્રાકટર દ્વારા ભરતી કરાયેલા કર્મચારીઓને હાજરી પત્રકમાં સહી કરવામાં દેવામાં આવતી નથી. તેમજ સમયસર પગાર પણ ચૂકવવામાં આવતો નથી. ઉપરાંત સરકાર દ્વારા પગાર નક્કી કરવામાં આવ્યો છે. તે પ્રમાણે કર્મચારીઓને પગાર પણ ચૂકવવામાં આવતો ન આવવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ અને કર્મચારીઓના શોષણ અંગે તપાસ કરી તાકિદે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.