- નગરપાલિકાની રજા ચિઠ્ઠી માં દશૉવેલ બાંધકામ વિરુદ્ધ બિન અધિકૃત કરાયેલા બાંધકામ પાલિકા દ્વારા જેસીબી મશીનથી દુર કરાયા.
- પાલિકા દ્વારા બિન અધિકૃત પાકા મકાનો દુર કરવાની હાથ ધરાયેલી કાર્યવાહી ને લઈને દબાણકારો માં ફફડાટ ફેલાયો..
પાટણ નગરપાલિકાના સત્તાધીશો ની રહેમ નજર તળે શહેરમા છેલ્લા કેટલાક સમયથી બિન અધિકૃત બિલ્ડીગો, કોમ્પલેક્ષો અને મકાનો નાં બાંધકામ બેફામ રીતે ચાલી રહ્યા હોવાની ફરિયાદો શહેરના પ્રબુદ્ધ નાગરિકો માં ઉઠવા પામી હતી તો કેટલાક પ્રબુધ્ધ નગરજનો દ્વારા આવાં ગેર કાયદેસર નાં બાંધકામો દુર કરવા માટે સ્થાનિક મિડિયા નો સહારો લઈને સમાચારો પ્રકાશીત કરાવી તંત્ર ને આવાં બિન અધિકૃત બાંધકામો દુર કરવા અવગત પણ કરવામાં આવ્યા હતા.
ત્યારે શહેરમાં વધી રહેલા પાલિકાની રજા ચિઠ્ઠી માં દશૉવેલ બાંધકામ ની જગ્યા એ બિન અધિકૃત રીતે કરવામાં આવેલાં બાંધકામો દૂર કરવા શુક્રવારના રોજ પાલિકાના ચિફ ઓફીસર ની સુચના થી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના ગુગડી રોડ પર નવ નિમૉણ પામેલ કોમ્પલેક્ષ ની નવ જેટલી દુકાનો ને શિલ મારવામાં આવ્યું હતું તો આજ વિસ્તારમાં આવેલ અને પાટણ નગરપાલિકા દ્વારા અપાયેલ બાંધકામ ની રજા ચિઠ્ઠી વિરુદ્ધ માં નવીન બાંધકામ થયેલા કોમ્પલેક્ષના માલિક દ્વારા રજા ચિઠ્ઠી મુજબ બાંધકામ ના કરતા માર્જિનની જગ્યા ના છોડતા નિયમ વિરુદ્ધ નું બાંધકામ શુક્રવારના રોજ પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન ની મદદથી તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં શહેરમાં નગરપાલિકા વિરુદ્ધ માં કરાયેલા ગેર કાયદેસર નાં બાંધકામો નાં માલિકો માં અને બિલ્ડરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
તો પાલિકા દ્વારા બિન અધિકૃત દબાણો દૂર કરવા જેસીબી મશીન ની મદદથી કામગીરી હાથ ધરવામાં આવતાં આજુબાજુના રહીશો દ્વારા આ બાંધકામ તોડતા દરમિયાન તેઓના મકાનો પણ હલી રહ્યા હોવાની હૈયાવરાળ ઠાલવી ગેર કાયદેસર કોમ્પ્લેક્સ બનાવનારા લોકો ને જ્યારે તેઓ બિન અધિકૃત બાંધકામ કરતાં હોય છે ત્યારે પાલિકાના સત્તાધીશો કેમ અટકાવતાં નથી તેવાં વૈધક આક્ષેપો પણ કયૉ હતા…..!