જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી

રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત રાજ્યપાલના હસ્તે ૨૫ મી જાન્યુઆરીએ સન્માનિત કરવામાં આવશે

પાટણ જિલ્લા કલેકટરશના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ છવાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આગામી ૨૫ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, અટાલિકા એવન્યુ, નોલેજ કોરીડોર, કોબા, પી.ડી.પી.યુ. રોડ, ગાંધીનગર ખાતે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ યોજાનાર છે. જેમાં રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીની તરીકે પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન પસંદગી પામ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે આ એવોર્ડ કલેકટર અરવિંદ વિજયનને અર્પણ કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લા કલેકટરના સન્માનથી જિલ્લા વહીવટીતંત્ર “ટીમ પાટણ” માં આનંદ નો માહોલ છવાઇ જવા પામ્યો છે.

રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત બેસ્ટ ઈલેક્ટોરલ પ્રેક્ટીસીસ એવોર્ડ – ૨૦૨૪ અન્વયે જુદી-જુદી કેટેગરીઓમાં રાજ્યના તમામ જિલ્લા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યાં હતાં. રાજ્યકક્ષાની એવોર્ડ સિલેક્શન કમિટી દ્વારા સર્વે જિલ્લાઓ તરફથી મળેલ નોમિનેશન પૈકી રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારીની કેટેગરીમાં પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન ની પસંદગી કરવામાં આવેલ છે.

જિલ્લા કલેકટર અરવિંદ વિજયને આ બદલ એવોર્ડ સંદર્ભે ખુશી સાથે જણાવતાં આ એવોર્ડ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર “ટીમ પાટણ” ને અર્પણ કર્યો હતો. ૨૫ જાન્યુઆરી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત દેશભરમાં મતદાન જાગૃતિ અંગેના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે.

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’

દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ કારખાનામા થયેલ બ્રાસ ચોરીનો ભેદ ઉકેલતી -જામનગર-એલ.સી.બી. ગત તા.૨૨/૦૧/૨૦૨૫ રાત્રીના સમયે ફરીયાદીશ્રી નિતિનભાઇ દામજીભાઇ રાબડીયા રહે. જામનગર પાર્ક શેરી-૭ વાળા ના દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૦૨ મા આવેલ ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ ના કારખાના તથા ઓફિસમા શટ્ટરના તાળા તોડી અંદરથી પિતળનો (બ્રાસ) આશરે ૬૦૦ કિલો,રોકડ રૂપીયા તથા સી.સી.ટી.વી.નુ ડી.વી.આર. મળી કુલ રૂપીયા ૩,૫૫,૫૦૦/ ની ચોરીનો બનાવ વણશોધાયેલ હતો, શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લાના વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી.વી.એમ. લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો દરેડ જી.આઇ.ડી.સી વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઈ તલાવડીયા, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, તથા રૂષિરાજસિંહ વાળા ને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, સદરહુ બ્રાસ ચોરીમા કેવીનભાઇ વિજયભાઇ સંધાણી, જીવણભાઇ હિરાભાઇ ભરવાડ તથા પુનાભાઇ સેજાભાઇ ભરવાડ રહે.ત્રણેય હડમતીયા તા.જી.જામનગર વાળા ઓની સંડોવાયેલ હોવાની બાતમી મળેલ હોય જે બાતમી આધારે મજકુર ત્રણેયને દરેડ જુના આશાપુરા મંદિર પાસે નીલગીરી વિસ્તાર પાસેની અવાવરૂ જગ્યામા રાખેલ બ્રાસનો માલ સગેવગે કરવાની એકઠા થયેલ હોવાની બાતમી આઘારે મજકુર ત્રણેયને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા માથી ચોરીનો નીચે મુજબનો મુદામલ કબ્જે કરી,મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી સી.એમ.કાંટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરી પંચ બી ડીવી પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે પકડાયેલ આરોપીઃ- ૧) કેવીનભાઇ વિજયભાઇ સંધાણી ઉવ.૨૯ રહે. હડમતીયા (મતવા) તા.જી.જામનગર ર) જીવણભાઇ હિરાભાઇ ઘાવતર ઉ.વ.૨૩ રહે. હડમતીયા (મતવા) તા.જી.જામનગર ૩) પુનાભાઇ સેજાભાઇ ઘાવતર ઉ.વ.૨૨ રહે.હડમતીયા (મતવા) તા.જી.જામનગરડીટેકટ થયેલ ગુન્હો જામનગર પંચ બી ડીવી પો.સ્ટે. ગુરનં-૧૧૨૦૨૦૪૬૨૫૦૦૮૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(એ) કબ્જે કરેલ મુદામાલઃ- ૧) બ્રાસનો તૈયાર માલ તથા બ્રાસનો છોલ કિલો- ૫૦૯ કિ.રૂ ૨,૭૦,૫૭૫/-ર) રોકડ રૂપીયા ૨૨,૦૦૦/- ૩) મો.સા- ૩૦,૦૦૦/- ૪) ગ્રાઇન્ડર મશીન-૧ કિ.રૂ ૨,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ ૩,૨૪,૫૭૫/- એમ.ઓઃ- મજકુર આરોપીઓએ ગ્રાઇન્ડર મશીન વડે કારખાના શટ્ટર તથા ઓફિસ ના શટ્ટરના તાળા કાપી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપેલ છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા , તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા,હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એન જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાડીયા,ભરતભાઇ ડાંગર,સુમીતભાઇ, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ એમ. જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ.

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન

સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન શહીદ થતા ગામમાં શોકનો માહોલ

હાલ કોટડા ગામના 7 જેટલા જવાનો નૌસેના, ભૂમિદળ, BSF, સહિતની દેશ માટે સેવાઓ આપી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષ પહેલા ભારતીય નૌ સેનામાં જોડાયેલા કોટડા ગામના યુવાન રોહિતભાઇ જીડિયા કે જેઓ હાલ તમિલનાડુ ખાતે નેવલ બેઝ પર INS કટ્ટાબોમન પર ફરજ બજાવતા હતા. જેઓનું ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક અવસાન થયાની જાણ થતાં પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. યુવાન રોહિતભાઈ જીડીયાના નશ્વર દેહને લઇ નૌ સેનાના જવાનો સાયલા પહોંચ્યા હતા. ત્યાંથી લઈ તેમના ગામ કોટડા સુધી સેંકડો લોકો બાઇક, કાર લઇને જોડાયા હતા. શહીદ યુવાનને વિરાંજલી આપવા માટે રૂટ પરના ગામોમાં શાળાના બાળકો, ગ્રામજનો ઠેર ઠેર પુષ્પ લઈને ઊભા રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોટડા ગામે યુવાનના ઘરે તેમજ અંતિમ ધામે સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમજ સાયલા – ધજાળા પોલીસના અધિકારીઓ, સેનાના નિવૃત જવાનો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. શહીદ થયેલા જવાન રોહિતભાઇના નશ્વર દેહને ઘરે લાવવા સમયે હૃદયથી ભાંગી પડેલા માતા પિતા તેમજ ખાસ કરીને તેમના સગર્ભા પત્ની સહિતના લોકોના હૈયાફટ રુદનથી હાજર લોકોની આંખો પણ ભીની થઇ જવા પામી હતી. અંતિમ સંસ્કાર સમયે વંદેમાતરમ, ભારત માતા કી જય અને રોહિતભાઇ અમર રહોના નારા સાથે શહીદને અંતિમ વિદાય આપવા વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

શહીદ યુવાન ત્રણ ભાઈઓમાં સહુથી મોટા હતા

યુવાન રોહિતભાઇ તેમના પરિવારમાં ત્રણ ભાઈઓમાંથી મોટા હતા તેમજ દોઢ માસ પહેલા જ તેઓ રજા પર વતનમાં આવ્યા હોવાનું કુંટુંબી સ્વજન અને રાજકીય સામાજિક આગેવાન નાગરભાઇ જીડીયાએ જણાવ્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી સહુથી મોટો આઘાત તેમના સગર્ભા પત્નીને લાગ્યો હતો. ત્યારે પોતાના સંતાનનાં અવતરણ પહેલા જ પિતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

અધિકારીઓ, આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પી

શહીદ રોહિતભાઇ મશરુંભાઇ જીડિયાની અંતિમ યાત્રા સમયે તેમને પોલીસ અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, નિવૃત્ત સૈન્ય જવાનો, મામલતદાર સહિતના અગ્રગણ્ય લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સાયલા પંથકના યુવાનોમાં સેના પ્રત્યે રુચિ વધી રહી છે

ઝાલાવાડના સાયલા તાલુકામાં આવેલ ગામોમાંથી યુવાનો તેમજ યુવતીઓમાં શિક્ષણ સાથે સૈન્ય તથા પોલીસમાં ભરતી થઈ દેશ સેવા કરવા માટેની રુચિ વધી રહી છે. ત્યારે શહીદ યુવાનના વતન કોટડા ગામના સાત જેટલા યુવાનો હાલ નૌસેના, ભૂમિદળ તેમજ બીએસએફ સહિતમાં સેવાઓ આપી રહ્યા છે.

પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા

રોકડ રકમ સહીત રૂ. 36 હજારનો મુદ્દામાલ ચોરાયો..

તમામ ઘટના cctv કેમેરામાં કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી..

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી ની ઘટનાને અંજામ આપ્યાની ઘટના આવી સામે..

રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલ માં આવતા ચોરીની જાણ થતાં તાત્કાલિક NGES મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી…

આ મામલે મળતી માહિતી મુજબ NGES મેનેજમેન્ટે તાત્કાલિક પાટણ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી અજાણ્યા ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા..

સ્કૂલના આચાર્ય ડૉ. ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર, ગુનેગારએ રૂ. 2,350 રોકડા અને આશરે રૂ. 34,000 ની કિંમતના CCTV DVR સ્વીચો ચોરી લીધા હતા. સ્કૂલના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું થયું હતુંકે ૧૨:૪૪ મિનિટે ચોર આવે છે અને ક્રમશ સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેંટ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, ક્લાર્ક ઓફિસ ના તાળા તોડે છે આ સાથે કેમ્પસ માં ચાર કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય એવું માલુમ પડે છે.

ત્યારે એનજીઇએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રો.જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાદ્વારા પોલીસ ને જરૂર પડતી માહિતી પૂરી પાડી, પોલીસ તપાસ માં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. અને અમારા સંચાલન હેઠળની તમામ ૧૩ સંસ્થાઓ ના પ્રિન્સિપાલોને અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી હાલ તપાસ ચાલી રહી છે.

=========================

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણ અસ્મિતા મંચના યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મ જયંતીની ઉજવણીનુ કરાયું હતું આયોજન.

દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની કરાઈ માંગ!

સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામ ના 205જન્મજ્યંતી ની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ દ્વારા કરાયી હતી વઢવાણ દલપત બાગમાં સૌ પ્રથમવાર દલપતરામની નવી પ્રતિમાને ફુલહાર કરાયા હતા.

આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલય ઇતિહાસ સ્થળોનું મ્યુઝિમ બનાવી વઢવાણને પ્રવાસ પ્રયટક જાહેર કરવાની માંગ કરાયી હતી.


વઢવાણ માં તા.૨૧જાન્યુઆરીને ૧૮૨૦માં દલપતરામનો જન્મ થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ. અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી હતી.

વિદ્યાવૃદ્ધિ, સમાજસુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવનકાર્ય હતું. એ જીવનકાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો.


ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે. ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં.

નીતિશુદ્ધ (puritan) વિચારશ્રેણી એ દલપતકાવ્યનું બીજું લક્ષણ.હતુ અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપતશૈલીની અસર રહી છે. દલપતરામ જેમ સંસ્કારશિક્ષક હતા તેમ કવિતાશિક્ષક પણ હતા.

અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે. નિબંધલેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે.

આમ, અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે ત્યારે દલપતરામ ની ૨૦૫મી જન્મજ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કરાયી હતી.

આ તકે અમિતભાઇ કંસારા, અસવાર દશરથસિંહ, રાજુદાન ગઢવી, દલવાડી ઠાકરશીભાઈ ભગવતીભાઈ, અશોકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


આ તકે વઢવાણ દલપતરામ બાગ માં સૌ પ્રથમવાર નવી પ્રતિમાને ફૂલહાર કરાયા હતા આ પ્રંસગે વઢવાણ માં ઇતિહાસિક વારસા માટે મ્યુઝિમ બનાવા ની માંગ કરાયી હતી. આ ઉપરાંત દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય બાગમાં કરવા લાગણી વ્યક્ત કરાયી હતી જયારે વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ સુરત શહેર ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશન ની હદમાં ગુપ્ત રહે પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગીયા તેમજ હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ રમેશભાઈ તેમજ નિલેશભાઈ જગદીશભાઈ ને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે તરાજા ગામ સીમમાં સામરોદ જતા રોડ પાસે આસિફ શેખના ઘર પાસે ટેન્કર ઉભેલ છે અને તેમાંથી પાઇપ વડે બેરલમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે જ્વેલન્સીલ પ્રવાહી નો જથ્થો કાઢે છે

બાતમીના આધારે પોલીસે રેડ નાખતા આરોપી અને પકડી પાડેલ હોય અને કેમિકલ પ્રવાહીનો જથ્થો કુલ ,39267 કિલોગ્રામ જેની કુલ કિંમત. 72.97.785ટેન્કર ટોટલ બે જેની કિંમત 50.00.000 પ્લાસ્ટિકના બેરલ નંગ 50 જેની કુલ કિંમત ₹25,000 તેમજ પ્લાસ્ટિકની મોટી પાઇપ નંગ એક જેની કિંમત 00 તેમજ ગરણી એક નંગ જેની કિંમત 00 બંને ટેન્કર માંથી મળી આવેલ બિલ્ટી નંગ 2 જેની કિંમત 00 કુલ મળીને મૂળ કિંમત1,23,22,785 મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડેલ હોય જેના નામ આશીફ રસીદ શેખ ઉંમર વર્ષ પાંત્રીસ રહે તરાજ ગામ તેમજ ટેન્કર નંબરMH_46,BB,2486 ડ્રાઇવર સંજય કુમાર અનિલ કુમાર બિંદ રહે જોનપુર ઉત્તર પ્રદેશ તેમજ ટેન્કર નંબર 2 MH_46_BB2485 ના ડ્રાઇવર મનીલાલ પંચરામ બિન્દ રહે ઉત્તર પ્રદેશ જોનપુર ના ઓને ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ પલસાણા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે

રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે….

રાધનપુરના સાંથલી ગામના રહેવાશી ભાવાભાઇ ઠાકોર આવ્યા હતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ…

હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણુક..

પેશન્ટનને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતાં…

સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી પેસન્ટ હોસ્પિટલમા બેસી રહેવા મજબુર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી…

રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક આવી સામે..

રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા પેસન્ટની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …

રાધનપુર રેફરલ હોસ્પીટલ ની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમર્જન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલ ની તાનાશાહી જોતા પેશન્ટ ની શુ હાલત બને જે સવાલો ઉભા થઈ રહ્યા છે…!!

સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો પેશન્ટની દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.

આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્ષ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો.