UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે ખેતરમાં ગામની ચાર જગ્યાએ એકીસાથે બની આગની ઘટના,ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો

UGVCL તંત્રની ઘોર બેદરકારી ના કારણે આગ લાગી, વીજ લાઈનમાં તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની રજુઆત

વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી, વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની: ખેડુત

પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામ ખાતે ખેતરોમાં આગની ઘટના બની હતી. મોટા જોરાવરપુરા ગામના ખેતર વિસ્તારમાં વરાણા ફીડર સંચાલિત જ્યોતિગ્રામ યોજના તળે નીકળેલ વીજ લાઈનમાં સૉર્ટ સર્કિટ થતાં અને વીજ વાયર ઢીલા હોવાના કારણે ગામની ચાર જગ્યાએ એકીસાથે આગની ઘટના બની હતી. ગામમાં વોલ્ટેજ વધઘટ થવાને લઈને અનેકવાર ઘટનાઓ બને છે ત્યારે ugvcl તંત્રની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.


Ugvcl તંત્ર દ્વાર મોટા જોરાવરપુરા ગામે વરાણા ફીડર લાઈનમાં સમયસર સમારકામ નહીં થતાં ઠેર ઠેર લીલીવેલ અને બાવળ થી વિંટાયેલ વીજ થાંબલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ લીલીવેલ અને લીલા બાવળીયા પવન સાથે તાર અથડાતા સૉર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું ખેડુત પબાભાઇ ભગવાનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

મોટા જોરાવરપુરા ગામે આગની ઘટનામાં ખેડૂતોને નાના મોટુ ઘઉંના પાકમાં નુકશાન થયું છે. ત્યારે આગની ઘટનાની જાણ થતાંની સાથેજ ગ્રામજનોએ ટ્રેક્ટર મારફતે પાણી પહોંચાડી આગ ઉપર પાણી છન્ટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે રાધનપુર નગર પાલિકા ખાતે અનિલ રામાનુજએ આગની ઘટનાની જાણ કરતા નગર પાલિકા નું ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગની ઘટનાને લઈને ફાયર ફાઇટર અને સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી:

સમી તાલુકાના મોટા જોરાવરપુર ગામ ખાતે બનેલ આગની ઘટનાની જાણ રાધનપુર નગર પાલિકામાં કરતા રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું ત્યારબાદ ઘટનાની જાણ સમી પોલીસને થતાં સમી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી.

UGVCL તંત્રની ઘોર બેદરકારીને કારણે આગની ઘટના બની:-

સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે દાદર ગામથી શેરપુરા ગામ તરફ જઈ રહેલ વીજ લાઈન માં ઠેર ઠેર વીજવાયરો ઢીલા જોવા મળી રહ્યા છે તેમજ ખેતરોમાં ચાલેલ વીજ લાઈન કે જ્યાં થાંભલા ઉપર લીલીવેલ અને લીલા બાવળનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે.ત્યારે UGVCL દ્વારા લાઈનમાં કામગીરી નહીં કરાતા અને વિધુત બોર્ડના કર્મીઓની લાપરવાહીને કારણે વીજ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ આગની ઘટના બની છે અને આ લાઈનમાં તમામ જગ્યાએ તાર ઢીલા હોય ફોલ્ટ થવાના કારણ બની રહી છે જેને લઈને આગની ઘટના બની હતી તેવું ગામના ખેડુત પબાભાઇએ જણાવ્યુ હતું.ગ્રામજનો ના જણાવ્યા મુજબ વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા તકેદારી લેવામાં આવતી નથી ત્યારે વીજ વાયર ઢીલા પડી જતા તાર અથડાતા આગની ઘટના બની હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

મોટા જોરાવરપુરા ગામે અલગ અલગ 4 જગ્યાએ આગની બનતા લોકોમાં દોડધામ મચી..

સમી તાલુકાના મોટા જોરાવરપુર ગામે રોડની બિલકુલ બાજુમાં આવેલ ખેતર વિસ્તારમાં ugvcl ની વીજ લાઈન માં ફોલ્ટ થતાં ગામના ખેતર વિસ્તારોમાં અલગ અલગ ચાર જગ્યાએ આગની ઘટના બની હતી ત્યારે ગામજનોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.અને આગની ઘટનાની જાણ રાધનપુર પાલિકામાં કરતા રાધનપુર પાલિકા દ્વારા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચાડ્યું હતું ત્યારે ફાયર વિભાગના કર્મીઓ અને ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી.

UGVCL ની ઘોર બેદરકારી,ગામના ખેડૂતોને થયું નુકસાન,ઠેર ઠેર લાઈનોમાં લીલીવેલ બાવળનું સામ્રાજ્ય હોય મોટી દુર્ઘટના ઘટે તેં પહેલા સમારકામ જરૂરી :-

મોટા જોરાવરપુરા ગામે બનેલ આગની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ઘટના યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીના કારણે બની છે ગામના સરપંચ સહિત ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ ugvcl તંત્ર દ્વારા કોઇજ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને આ ઘટના બની છે. ત્યારે તંત્રના કર્મીઓ પોતાની મનમાનીચલાવતા હોય વીજ કર્મીઓ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ લાઈન વરાણા ફિડટ જ્યોતિગ્રામ યોજનાની વીજ લાઈનમાં વીજ વાયર ઢીલા પડી જતા શોર્ટ સર્કિટ થતાં આ આગની ઘટના બની છે.ત્યારે આગની ચપેટ માં ખેડુતનો પાક આવી જતા ખેડૂતોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

યુજીવીસીએલ તંત્ર દ્વારા વીજ લાઈનો ચેક કરવામાં આવતી નથી અને લાઈનમાં ઠેર ઠેર લીલીવેલ અને બાવળ વિન્ટાયેલ હોય સમારકામ પણ કરવામાં આવતું નથી ત્યારે ચોક્કસથી કહી શકાય કે મોટા જોરાવરપુરા ગામે ugvcl ની બેદરકારી ને કારણે આ આગની ઘટના બની છે.ત્યારે ugvcl તંત્ર દ્વારા ઢીલા બનેલ તાર ખેંચી ખેતર વિસ્તારમાં જ્યા લીલીવેલ થાંભલા ઉપર ચડી હોય તેં દૂર કરી ઝડપી સમારકામ કરી લાઈન ચાલુ કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

જામનગર (ગુજરાત), ૧૦ એપ્રિલ ૨૦૨૫: વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એજ્યુકેશન અને રિસર્ચ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નવી વેબસાઇટની મુખ્ય વિશેષતા તેની 360-ડિગ્રી વિઝ્યુઅલ ટૂર છે, જેમાં મુલાકાતીઓ વનતારાની દુનિયામાં ખોવાઈ જાય છે, સાથે સાથે સંસ્થાની પ્રાણી સંગ્રહાલય તરીકે નહીં પરંતુ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશન કેન્દ્ર તરીકેની ઓળખને મજબૂત બનાવે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટિવ મોશન ગ્રાફિક્સ અને એનિમેશન દ્વારા પ્રાણીઓની વાર્તાઓને જીવંત બનાવતો ડાયનેમિક અને વિઝ્યુઅલથી સમૃદ્ધ અનુભવ પૂરો પાડે છે.

અડચણો વગરની ડિઝાઇનના તત્વો પ્રાણીઓ અને તેમના રહેઠાણો વચ્ચેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સરળ અને સાહજિક ઇન્ટરફેસ સુગમ નેવિગેશન સુનિશ્ચિત કરે છે. ડેસ્કટોપથી લઈને ટેબ્લેટ અને સ્માર્ટફોન સુધીના બધા ડિવાઇસીસ માટે સંપૂર્ણપણે ઑપ્ટિમાઇઝ કરેલી આ સાઇટ તમામ પ્લેટફોર્મ પર વપરાશકર્તાને સરળ અને સુસંગત અનુભવ પૂરો પાડે છે. ખાસ પ્રકારની તસવીરો અને લીલા રંગના થીમ આધારિત દૃશ્યોનો વિચારપૂર્વક ઉપયોગ વનતારાના પર્યાવરણ પ્રત્યેના સભાન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકે છે.

આગામી મહિનાઓમાં વનતારા તેની વેબસાઇટ પર અનેક પ્રજાતિઓનો જ્ઞાનકોશ લોન્ચ કરશે – એક એવું વ્યાપક પ્લેટફોર્મ જેમાં વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઊંડાણપૂર્વકની વિગતો આપવામાં આવશે, જે વન્યજીવન માહિતી માટે એક જ ઠેકાણે ઉપલબ્ધ સંસાધન તરીકે સેવા આપશે. આ ઉપરાંત પ્રજાતિઓ અને પેટાજાતિઓ પર વિગતવાર સામગ્રીનો સમાવેશ થશે, જેમાં અદ્યતન ડીએનએ પ્રોફાઇલ્સનો સમાવેશ થતાં આ રિસોર્સ હબનો વિસ્તાર થશે.

આ પહેલ વનતારા ધીરુભાઈ અંબાણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ લેબોરેટરીના અગ્રણી કાર્ય સાથે સુસંગત છે, જે વિશ્વસનીય આનુવંશિક ડેટાનું સંશોધન કરનારા વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે આ પ્લેટફોર્મને એક મૂલ્યવાન સાધન તરીકે સ્થાન આપે છે. વન્યજીવન તથા આનુવંશિકતામાં અધિકૃત અને ઘણીવાર ઓછી શોધાયેલી વિગતો પૂરી પાડીને આ વેબસાઇટનો ઉદ્દેશ્ય જૈવવિવિધતાની સમજને આગળ વધારવા માટે એક અગ્રણી વૈશ્વિક સંસાધન બનવાનો – અને તેના સ્થાપક અનંત અંબાણીના વિઝનને સાકાર કરવાનો છે.

પ્રાણીઓના કલ્યાણમાં ઊંડો રસ ધરાવનારા લોકો માટે આ પ્લેટફોર્મ ગેટવે તરીકે કાર્ય કરીને સ્વયંસેવક, કોલાબોરેશન અને કારકિર્દી ઘડવાની તકો પૂરી પાડશે. આ લોન્ચ વનતારાની ડિજિટલ યાત્રામાં એક મુખ્ય સીમાચિન્હરૂપ છે, જે એક એવી જગ્યા તૈયાર કરે છે જ્યાં કન્ઝર્વેશનનો ઇનોવેશન સાથે સમન્વય થાય છે અને ગ્લોબલ ઓડિયન્સને પ્રકૃતિ અને વન્યજીવનના રક્ષણ, જતન અને સમજવાના તેના મિશન સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાવા સક્ષમ બનાવે છે.

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરાયેલું વનતારા ગુજરાતના જામનગર સ્થિત એક વિશ્વ કક્ષાની રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશન માટેની પહેલ છે. આ સંસ્થાએ વૈશ્વિક સ્તરે 2,000થી વધુ એનિમલ રેસ્ક્યૂ મિશન હાથ ધર્યા છે અને ચિત્તાઓને ભારતીય જંગલોમાં પાછા લાવવા, એશિયાઈ સિંહોની વસ્તીને પુનર્જીવિત કરવા અને સંરક્ષણમાં જન્મેલા અને ઉછરેલા ગેંડાઓને રિઇન્ટ્રોડ્યૂસ કરવા જેવી મુખ્ય પહેલો થકી વનતારા ભારતના વન્યજીવન વારસાને પુનઃસ્થાપિત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે.

વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની સીમાચિન્હ રૂપ અને અસરકારક કામગીરી

ઓનલાઇન ફ્રોડ ટોળકીના ભોગ બનેલા જામનગર જિલ્લાના ૬૦ થી વધુ નાગરિકોની ૧ કરોડ ૨૧ લાખની રોકડ રકમ અપાવી દીધી

જામનગર તા ૧૦, જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની છેલ્લા ત્રણ માસ દરમિયાન ખૂબ જ અસરકારક કામગીરી જોવા મળી છે, અને જિલ્લા ભરના ૬૦ થી વધુ નાગરિકોની છેલ્લા ત્રણ મહિના દરમિયાનની ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ માં ગયેલી ૧ કરોડ ૨૧ લાખની રકમ અદાલત ના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામી ના ખાતામાં જમા કરાવડાવી દીધી છે.


સાયબર ક્રાઇમ (નાણાંકીય છેતરપીંડી)નો ભોગ બનેલા જામનગર શહેર અને જીલ્લાના ૬૦ થી વધુ અરજદારોને અદાલતના હુકમ ના આધારે કૂલ રૂ.૧, ૨૧, ૨૨,૪૦૨ની રકમ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથક ના સ્ટાફ દ્વારા જેતે આસામી ને પરત તેઓના બેન્ક ખાતામાં જમા કરાવડાવી દીધી છે.

રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ તથા જામ શહેરના નાયબ પો.અધિ. જયવિરસિંહ ઝાલા વગેરેએ સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરિકોને તાત્કાલિક મદદરૂપ થવા અને તેમનાં ગુમાવેલાં નાણાં પરત અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરાને માર્ગદર્શન હેઠળ સૂચના આપી હતી.


જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગરની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઇમ નો ભોગ બનેલા ૬૦ થી વધુ અરજદારોનો સંપર્ક સાધી તેઓની બેંકની જરૂરી માહિતીઓ મંગાવી ફ્રોડમાં ગયેલા નાણા પરત મેળવવા સામેવાળાનાઓના બેન્ક એકાઉન્ટ ની માહિતીઓ મંગાવી છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત મળી રહે, તે માટે અદાલત ના હુકમ મેળવી જામનગરના અરજદારોને રૂ.૧,૨૧,૨૨,૪૦૨/- (એક કરોડ એકવીસ લાખ બાવીસ હાજાર ચારસો બે) પરત કરાવેલા છે.