મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ
નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી,રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ અને પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું
મહેસાણા, ૧૩ મે ૨૦૨૫, મંગળવાર પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે ત્યારે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ તથા પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ અંગે વાત કરતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડૉ. ગોપી પટેલે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસુલ, પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી શકે તે માટે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા ચાર પાંચ દિવસમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પો યોજાઇ રહ્યા છે.વિસનગર, બહુચરાજી અને મહેસાણામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પોમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે પણ સરકારી કર્મચારીઓ અધિકારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તત્વો ધરાવતી આ ભૂમિ અન્નપૂર્ણા છે, જ્યારે અન્ય તત્વો પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો લે છે. બાકીના ૯૮ થી ૯૮.૫ ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. ખેતી પાકનું ૯૮ ટકા શરીર હવા અને પાણીથી જ બનતું હોય તો ઉપરથી કોઈપણ રાસાયણિક ખાતર અથવા ઝેરી જંતુનાશક દવાઓ નાખવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે? કોઈપણ લીલું પાન (વૃક્ષ અથવા છોડવાના) દિવસ આખો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ખોરાક પેદા કરે છે. આ પાન ખોરાક નિર્માણ કરવાનું કારખાનું છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, જમીનમાંથી મૂળ દ્વારા ચોમાસાના વરસાદ અથવા કૂવા કે પાણીના તળાવમાંથી આપવામાં આવેલું પાણી ઊઠાવે છે અને તે સૂર્યપ્રકાશ લે છે. (પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રતિ દિન ૧૨.૫ કિલો કેલરી) આ ત્રણેય વસ્તુઓમાંથી વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે.
પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી
જંગલનાં વૃક્ષોને યુરિયા અથવા ડી.એ.પી. કોણ આપે છે? જંતુનાશક દવાઓનો છંટકાવ કોણ કરે છે? વૃક્ષોને પાણી કોણ આપે છે? આમ છતાં આ ઝાડ પર મબલખ ફળ આવે છે. આપણે જંગલના કોઈપણ વૃક્ષ કે વનસ્પતિનું પર્ણ લઈને કોઈપણ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ એટલે એક પણ પોષક તત્વની ઊણપ જોવા મળશે નહીં. જંગલમાં કામ કરતાં આ નિયમનું ખેતરમાં અમલ એટલે પ્રાકૃતિક ખેતી.
પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે અને મુખ્ય પાક બોનસના રૂપમાં મળે છે, જેનાથી ખેડૂતનો ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે. પ્રાકૃતિક ખેતીનો નારો છે ‘ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં. છોડ/ઝાડ ખોરાક બનાવવા માટે જરૂરિયાત મુજબ હવા, પાણી અને સૌર ઊર્જા પ્રકૃતિમાંથી લે છે, જે બિલકુલ મફત મળે છે. બાકી રહેલ ૧.૫ થી ૨ ટકા ખનીજો મૂળ દ્વારા જમીનમાંથી લે છે તે પણ મફતમાં જ મળે છે અને તે જમીનમાંથી જ મેળવી લે છે, કારણ કે તે મૂળભૂત રીતે જમીન છે. જ્યારે આ વાસ્તવિકતા છે કે, કંઈ પણ નાખ્યા વગર જંગલનાં વૃક્ષો વર્ષો વર્ષ અગણિત ફળો આપે છે, તો તેનો અર્થ એ થયો કે, તે વૃક્ષોનાં મૂળ પાસે જમીનમાં જરૂરી તમામ પોષક તત્ત્વો પહેલાંથી જ હાજર છે. જો આ તમામ જરૂરી પોષક તત્વો જમીનમાં ઉપલબ્ધ ન હોય તો વૃક્ષ, વનસ્પતિ છોડને ઉપલબ્ધ થાત નહીં.
જમીનના પૃથક્કરણમાંતો અનેક વખત જોવા મળ્યું કે, જમીનમાં પોષક તત્ત્વોની ઊણપ હોતી નથી. તેમ છતાં વધુ ઉત્પાદન મળતું નથી. આવું જમીનની ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ઊણપના કારણે થતું હોય છે. આવી જમીનમાં છોડવાઓને પૂરતા પ્રમાણમાં ભેજ અને પોષક તત્ત્વો ઉપલબ્ધ થતાં નથી અને વાપ્સા તેમજ હ્યુમસ નિર્માણ થઈ શકતું નથી. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોવા છતાં પણ સારુ ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં આ ગુણ જમીનમાં આપમેળે જ ઉપલબ્ધ થઈ જાય છે.
જમીનના પૃથક્કરણમાં એવું પણ જોવા મળ્યું કે કેટલાંય પોષક તત્ત્વ જમીનની નીચેની પ્રતમાં જમા થઈ જાય છે. નીચેની જમીનમાંથી જમીનની ઉપરની સપાટીએ પોષક તત્વો લાવવાનું કાર્ય પાનખરમાં ખરી પડેલાં સૂકા તે પોષક તત્વોને ખેંચીને ઉપર લાવીને પોતાની વિષ્ટાના માધ્યમથી મળને ઉપલબ્ધ તમે વિઘટન અને કેશાકર્ષણ શક્તિ દ્વારા તેમ જ આપણા દેશી અળસિયાંઓ કરે છે. આ અળસિયાઓ પોષક તત્વોને ખેંચી ઉપર લાવીને પોતાની વિસ્તારના માધ્યમથી મૂળને ઉપલબ્ધ કરાવવાનું મહાન કામ કરે છે.
આપણે જમીન ઉપર પડેલા દેશી ગાયના છાણને ઉઠાવીશું, તો જમીન ઉપર, જ્યાંથી છાણ ઉપાડેલું છે, ત્યાં બે ત્રણ છિદ્રો જોવા મળશે. આ છિદ્રો આપણા દેશી અળસિયાં કરે છે. તેનો મતલબ કે, દેશી ગાયના – છાણમાં દેશી અળસિયાંને ઉપર ખેંચવાની અદ્ભુત તાકાત છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ ઉપયોગી ભોજન ઉપલબ્ધ કરાવવાવાળા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. પ્રાકૃતિક કૃષિ માટે સૌથી મહત્વનું તત્વ હોય તો એ છે ગાયનું છાણ. ત્યારે વાત કરીએ કે એકર જમીન માટે કેટલું છાણ જોઈએ? એક મહિનાની અંદર ઓછામાં ઓછા એક વખત પ્રતિ એકર દેશી ગાયનું ૧૦ કિલોગ્રામ છાણ ઉપયોગમાં લેવાની જરૂર છે. એક દેશી ગાય એક દિવસમાં સરેરાશ ૧૧ કિલોગ્રામ છાણ, એક દેશી બળદ દિવસમાં સરેરાશ ૧૩ કિલોગ્રામ છાણ અને એક ભેંસ દિવસમાં ૧૫ કિલોગ્રામ છાણ આપે છે. એક ગાયનું એક દિવસનું છાણ એક એકર જમીન માટે એક મહિના માટે પૂરતું છે. આવી રીતના એક ગાયથી ૩૦ એકર ખેતીને એક મહિનામાં પોષણ પૂરું પાડી શકાય. તો ચાલો પ્રાકૃતિક કૃષિને જાણી સમજીને અપનાવીએ અને પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ અર્થોપાર્જન કરીએ.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી
ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને આ પાયલટ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેઝેન્ટેશન મારફત “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જ, સહકાર રાજ્ય મંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કાર્ય હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
સહકાર ક્ષેત્રમાં સહકારિતાને વેગ આપવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણી સહિત રાજ્યભરના દૂધ સંઘો તેમજ વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેનઓ, મેનેજીંગ ડાયરેક્ટરઓ, CEO તેમજ સહકાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.