શહેરામાં “નમો કે નામ રક્તદાન અભિયાન”: 550 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે “નમો કે નામ રક્તદાન અભિયાન” અંતર્ગત ભવ્ય અને ઐતિહાસિક રક્તદાન શિબિરનું આયોજન થયું. શહેરાના એસ.જે. દવે હાઇસ્કુલ ખાતે સંયુક્ત કર્મચારી સંકલન સમિતિના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં માત્ર 5 કલાકમાં જ 250 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું, જ્યારે આખા દિવસ દરમિયાન આ આંકડો વધીને 550 થી…