જામનગરની રંગમતી નદીમાં ઉદ્યોગોના કેમિકલથી પાણી ઝેર જેવું — ભાજપના રાજમાં “દૂધ-દહીંની નદીઓ” હવે પ્રદૂષણના પ્રવાહમાં ફેરવાઈ!
જામનગરની શાન ગણાતી રંગમતી નદી આજે પ્રદૂષણની ભેંટ ચઢી ગઈ છે. શહેરના આસપાસ આવેલા અનેક ઉદ્યોગો દ્વારા અણઘડ રીતે કેમીકલયુક્ત કચરાનું નિકાલ સીધો રંગમતી નદીમાં કરવામાં આવતો હોવાને કારણે નદીનું પાણી ગંભીર રીતે પ્રદૂષિત થઈ ગયું છે. તાજેતરમાં નદીના પાણીમાં દૂધ જેવો સફેદ ફીણ ફેલાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ સમગ્ર જામનગરમાં ચકચાર મચી ગઈ…