વિરસાની વહાલસંભાળ અને વિકાસનો વિઝન – ઘેલા સોમનાથ મહાદેવ મંદિર થશે આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ
જસદણ – ૧ જુલાઈ, ૨૦૨૫પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સંકલ્પને અનુરૂપ ગુજરાત સરકાર રાજ્યના ઐતિહાસિક ધાર્મિક સ્થળોની જાળવણી અને આધુનિકીકરણ માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’નો પણ નવીન વિકાસ થવાની દિશામાં રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના પવિત્ર…