Latest News
“જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ: ખેડૂતોના ચહેરા પર છવાયું આનંદ, ઉપજને મળ્યું ન્યાયસંગત મૂલ્ય “જામનગરનો હિત કંડોરિયા રાષ્ટ્રીય લોન ટેનિસ ચેમ્પિયન બન્યો: છત્રપતિ શંભાજીનગરની નૅશનલ ટુર્નામેન્ટમાં જામનગરનો લાડકો તારકો તેજસ્વી રીતે ચમક્યો” “પલસાણા SOGનો મોટો ભાંડાફોડ : કારેલી ગામની રાશી રેસિડન્સીમાં ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો — લોકોના આરોગ્ય સાથે રમતો ખોટો હકીકતનો હકીમ!” “કામરેજમાં એલ.સી.બી.નો ધમાકેદાર રેઇડ : વાવ ગામે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાંથી ટ્રકમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો — શાકભાજીના કેરેટની આડમાં લાખોની હેરાફેરીનો ભાંડાફોડ” “તાલાળા-સાસણ રોડ બન્યો ત્રાસનો માર્ગ : ધીમા રોડ કામે મુસાફરોનો કંટાળો ચરમસીમાએ, વાહન કતારો કિલોમીટર સુધી ખેંચાઈ — તંત્રની નિંદ્રા સામે જનતાનો આક્રોશ ઉફાન પર” ધોરાજી-જુનાગઢ હાઈવે પર ભયાનક બસ અકસ્માત: ૩૩ મુસાફરોમાંથી ૨૦ ઘાયલ, ૪ની સ્થિતિ ગંભીર — થોડા જ દિવસોમાં બીજી મોટીઘટના

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે


દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

આ ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

આ કડક કાર્યવાહી પાછળના કારણો:

  • રાષ્ટ્રીય સુરક્ષા: પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે.
  • સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.
  • લોકોની અવરજવર: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
  • NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.
  • સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.
  • મહત્વના ઉદ્યોગો માટે ખતરો: જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું.

આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
Poll Options are limited because JavaScript is disabled in your browser.
error: Content is protected !!

WhatsApp us

Exit mobile version