જામનગરમાં ‘મિશન શક્તિ’ હેઠળ જાતીય સમાનતા માટે જાગૃતિ અભિયાન : કિશોરીઓ અને શિક્ષકોને કાનૂની અધિકારો, શિક્ષણ, પોષણ અને લિંગ સમાનતા અંગે માર્ગદર્શન
જામનગર તા. 09 : ભારત સરકાર દ્વારા મહિલાઓ અને કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકાયેલી “મિશન શક્તિ” યોજના અંતર્ગત જામનગર જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરીએ વિશેષ અભિયાનની શરૂઆત કરી છે. 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ચાલનારા આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓ અને મહિલાઓને જાતીય સમાનતા, પોષણ, આરોગ્ય, શિક્ષણ અને કાનૂની અધિકારો અંગે માહિતગાર…