જુનાગઢમાં ગુજરાતી ફિલ્મ “લાલો”નો ભવ્ય પ્રમોશન : સ્ટારકાસ્ટે એસ્થે કાયાકલ્પ હોસ્પિટલની મુલાકાત લઈને ઉભી કરી ઉત્સાહની લહેર
જુનાગઢ – ગુજરાતી સિનેમાની વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવતી ફિલ્મ “લાલો” માટે આ વર્ષ ખુબજ ઉત્સાહપૂર્ણ બની રહ્યું છે. ફિલ્મના સ્ટારકાસ્ટ અને ટીમે આજે જુનાગઢની જાણીતી એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ ખાતે વિશેષ મુલાકાત લીધી અને પ્રચાર કાર્યક્રમોનું આયોજન કર્યું. આ અવસર પર ફિલ્મના ડિરેક્ટર અંકિત સખીયા, મુખ્ય પાત્રો તરીકેના અભિનેતા કરણ જોષી અને અભિનેત્રી રીવા રાછ્છ…