દબાણ હટાવ ઝુંબેશ કે પસંદગીની કાર્યવાહી? જામજોધપુરમાં નગરપાલિકાની એકતરફી નીતિ સામે ઉઠતા ગંભીર પ્રશ્નો
જામજોધપુર શહેરમાં તાજેતરમાં નગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશને લઈને ભારે ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. શહેરના ગીંગણી રોડ ઉપર માત્ર એક જ સાઇડમાં કરાયેલી દબાણ હટાવની કાર્યવાહી બાદ સામાન્ય જનતામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ ઝુંબેશ ખરેખર જાહેર હિત માટે છે કે પછી માત્ર દેખાવ પૂરતી અને…