જામનગરમાં પત્રકારને ધમકીનો ગંભીર મામલો — ગેરકાયદેસર ખનિજ માફિયાના અહેવાલ બાદ જીવથી મારી નાખવાની ધમકી, શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
જામનગર જિલ્લામાં પત્રકારોની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ ઊભો કરે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. જામજોધપુર તાલુકામાં ગેરકાયદેસર ખનિજ ચોરી અંગે અહેવાલ પ્રસારિત કરનાર પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ નોંધાતા સમગ્ર પત્રકાર જગતમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે શેઠ વડાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને પોલીસે…