વિકાસ અને પ્રશાસનની સંકલિત દિશામાં જામનગરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક — કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને વિભાગોને સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની ચેતવણી
જામનગર તા. ૧૮ ઓક્ટોબર — જિલ્લા પ્રશાસનના કાર્યમાં પારદર્શિતા, જવાબદારી અને લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સ્તરના તમામ મુખ્ય અધિકારીઓ, ધારાસભ્યો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય…