“તમારી મૂડી, તમારો અધિકાર” — સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જામનગરમાં અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન અંતર્ગત મેગા કેમ્પ, લાખો રૂપિયાની રકમ નાગરિકોને પરત મળતાં ખુશીની લાગણી છવાઈ
જામનગર તા. ૧૮ ઓક્ટોબર —આર્થિક જાગૃતિના નવા અધ્યાય તરીકે જામનગરમાં ભારત સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ “તમારી મૂડી, તમારો અધિકાર” સૂત્ર સાથે અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન અંતર્ગત એક વિશાળ મેગા કેમ્પ યોજાયો હતો. આ અભિયાનનો હેતુ એ હતો કે, નાગરિકોની એવી મૂડી, ડિપોઝિટ્સ અને ખાતાઓ જે વર્ષો જૂના છે અથવા વારસદારોના નામે બાકી છે પણ…